તું અને ચોકલેટી મીઠાશ
તું અને ચોકલેટી મીઠાશ
તારા ચોકલેટી શબ્દોની મીઠાશ આજ પણ દિલે અકબંધ છે,
પ્રિય, ચોકલેટથી પણ મીઠો એવો આપણો સંબંધ છે,
હાથમાં હાથ લઈ ઘૂમ્યા હતાં અકારણ ગલી- ગલી,
ચોકલેટ કરતાં મીઠી એ સ્પર્શ તણી હથેળીએ સુગંધ છે,
પીગળી નથી કે નહીં પીગળે એ યુગો સુધી !
એમ મીઠી અપલક તારી આંખો મારી આંખોમાં થીજીને નજરબંધ છે,
એક તારી જીભે મારું નામ, કરે છે ચોકલેટ જેવું જ કામ,
વાહ, આ 'ચોકલેટ દિવસ' સાથે મારે તો કાયમી અનુબંધ છે.
ના, નથી 'ઝંખના' કોઈ પ્રતિકાત્મક પ્રેમ તણી,
એવો 'મીરાં'એ અંતરમનમાં કર્યો સઘન પ્રબંધ છે.

