STORYMIRROR

Chetan Gondaliya

Romance Others

4  

Chetan Gondaliya

Romance Others

તું આવીશ ને...?

તું આવીશ ને...?

1 min
359

અફાટ-અટૂલો મેં'રામણ મારી આંખોમાં,

સહેલ-હોળી લઇ તું આવીશ ને ?


અમાસ-ઘન તિમિર મારી આંખોમાં,

ઉષ્માદિપ લઇ તું આવીશ ને ?


ઝાંખી ઘૂમ્મિલ તારી છબી મારી આંખોમાં,

સુરેખ આકાર લઇ તું આવીશ ને ?


ઇન્તઝાર-સરોવરની પાળ મારી આંખોમાં,

મધુર મિલન પળ લઇ તું આવીશ ને ?


રણ ભરીને તરસ તાપે મારી આંખોમાં,

શીત-તૃપ્તિ રસ લઇ તું આવીશ ને...?


યાદે, દર્દે છલકે આંસુ મારી આંખોમાં,

મમતા-રૂમાલ લઇ તું આવીશ ને ?


ગઝલના મીઠા બોલ લખ્યાં મારી આંખોમાં,

રાગ-સુર-તાલ નવા લઇ તું આવીશ ને ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance