STORYMIRROR

purvi patel pk

Romance Fantasy

3  

purvi patel pk

Romance Fantasy

તું આવ

તું આવ

1 min
142

મળવાનું થાય જો ક્યારેક મધુવનમાં,

તું આવે તો પ્રેમના ગીત ગુનગુનાવી લઈએ,


મંદમંદ મલકાટ છે ઊંઘમાંયે મારી,

તું આવે તો સપનામાં ખોવાઈ જઈએ,


મ્હોરી ઊઠશે આ જીવન મારું હવે તો,

તું આવે તો હીંચકે હીંચકી લઈએ,


સ્નેહાળ દ્રષ્ટિ અને નિર્મળ છે લાગણીઓ,

તું આવે તો નિર્દોષતાને મનમાં ભરી લઈએ,


આપણી ઓળખ ક્યાં છે દુનિયાથી છાની,

તું આવે તો બધાને ઓળખાણ કરાવી દઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance