STORYMIRROR

Narendra K Trivedi

Abstract Classics Inspirational

4  

Narendra K Trivedi

Abstract Classics Inspirational

તુલસી તારા  કારણે,

તુલસી તારા  કારણે,

1 min
4

તુલસી તારા કારણે, હર વર્ષ વિવાહ થાય

હું ચૌદ ભુવનનો રાજીયો, વચન પૂરા થાય

ભક્તિ હતી તારી ઘણી, વચનથી બંધાયો

જગ કલ્યાણને કારણે, હું જગમાં ચર્ચાયો

તુલસી ભક્તિ હતી તારી સાચી, મુજ તણી

જલંધરના કારણે, સ્રીત્વને ભક્તિ લજવાણી

શેરીએ, ચોરેચૌટે, આપણા લગ્ન ગીતો ગવાય

હર્ષ અને ઉલ્હાસથી, આપણા લગ્ન તો થાય

સામાજિક રૂઢી બની, કે તુલસી વિવાહ પછી 

હર કોઈ તો, લગ્ન બંધનથી બંધાય છે, અહીં

તુલસી વિવાહ છે, સર્વત્ર થતો ઘરઘરનો પ્રસંગ

તુલસી, નારાયણ સંગ, ઉજવાતો લગ્ન પ્રસંગ


*નરેન્દ્ર ત્રિવેદી.......*

💐💐💐💐💐💐💐💐💐💐💐💐


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract