તુજમાં વસુ છું!!
તુજમાં વસુ છું!!
તારા સવારના પહેલા સ્વર માં વસે છે- મારો આત્મા,
તારા ચક્ષુ ના ઊંડાણ માં વસે છે- મારો આત્મા,
તારા હૃદય ના દરેક ધબકારા માં વસે છે- મારો આત્મા,
નિવાસ જેનો તું જ છે એવો - મારો આત્મા!!
તારા એક સ્મિત માં વસે છે- મારો આત્મા,
તારા ગુલાબી ગાલ માં વસે છે- મારો આત્મા,
તારા જીવન પુસ્તક ના દરેક કાગળ માં વસે છે- મારો આત્મા,
રહેઠાણ જેનું તું જ છે એવો- મારો આત્મા!!
પહેલેથી કશું લઈને નથી આવ્યો- મારો આત્મા,
હવે ભરાઈ ગયો છે તારા સ્મરણોથી- મારો આત્મા,
દિલમાં તો બધા રાખે સાહેબ;
તારા આત્મામાં ભળી જાય એવો આ- મારો આત્મા!!
