ટુકડા થયા
ટુકડા થયા
'તું' અને 'હું' સ્હેજ જો ઢુકડા થયા,
ફૂલ જેવા બેઉના મુખડા થયા.
સ્હેજ માટી ફેંકી મે માનવ તરફ,
મેલા મનના મેલા સૌ લૂઘડા થયા.
મે તમારી આંખમાં જોઈ સવાર,
મૂંગા લોકો ગામના કૂકડાં થયા.
એ પછી ના કોઈ દિ ભેગા થયા,
એક હદયના કેટલા ટુકડા થયા.
ચર્મ સીમાએ પહોચવાનું હતું,
બાબાઑ તો ચર્મના ભૂખડા થયા.
