તત્પર બનીએ
તત્પર બનીએ
આઝાદીનું રક્ષણ કરવા તત્પર સૌ બનીએ,
તત્પર સૌ બનીએ, રક્ષણ સૌ કરીએ,
એવા નેતા મહાત્મા થઇ ગયા ગાંધી,
એતો લાવ્યા અંગ્રેજો સામે આંધી,
એવી આઝાદીનું રક્ષણ કરવા.
લોખંડી પુરુષ સરદાર મહાન માનવી,
એકતા અખંડિતતાથી રાષ્ટ્રને મજબૂત બનાવી,
એવી આઝાદીનું રક્ષણ કરવા.
કંઈ કેટલાય સૈનિકો જેલમાં પડ્યા,
આઝાદી મેળવવા ગોળી ખેલ્યા,
એવી આઝાદીનું રક્ષણ કરવા.
માતા-પિતા પરિવાર છોડી ચાલ્યા,
આઝાદીના જંગમાં ખૂબ લડ્યા,
એવી આઝાદીનું રક્ષણ કરવા.
સામી છાતીએ પ્રાણ દેવા દોડ્યા,
અંતિમ શ્વાસ સુધી જે લડ્યા,
એવી આઝાદીનું રક્ષણ કરવા.
