દીકરાને પત્ર
દીકરાને પત્ર
દીકરા, મારે આજે તને કહેવું છે,
મારા માટે તું બહુ જ ખાસ છે,
મારી ક્ષમતા અને શકિતઓથી અજાણ હોવા છતાં,
તારો મારા પરનો વિશ્વાસ મને પ્રેરણા આપે છે,
તારા માટે બધુજ કરી છૂટવાની શક્તિ આપે છે,
ઈચ્છા છે તારી સાથે ફરી બાળપણ જીવી લેવાની,
તારી પાસેથી સફળતાની અપેક્ષાઓ વગર
તને જેવો છે એવો સ્વીકારવાની,
તારી નિષ્ફળતા અને દુઃખ વહેંચવા,
તું મારી પાસે પહેલો આવે એવી ભાઈબંધીની,
તું મારા માટે ઈશ્વરનું વરદાન,
હું એ વરદાનને લાયક બનવા માંગુ છું !
