મમ્મી
મમ્મી
તારી આજુબાજુ નાનું બાળક બની જાઉં છું,
હવે મારી મુશ્કેલી તો નથી કહેતી તને,
તારી ફરિયાદ દૂર કરવા લાગી જાઉં છું,
તારી આજુબાજુ નાનું બાળક બની જાઉં છું,
તે મને જેમ ઉછેરી તેમ તારી સંભાળ લેવા માંગુ છું,
તારી આજુ બાજુ સુવિધાઓ ઊભી કરવા માંગુ છું,
તને સ્માર્ટફોન શીખવાડવાની મજા આવે છે,
પણ જ્યારે હિસાબ માં હજી પણ તું મને પછાડે ત્યારે,
તારી આજુ બાજુ નાનું બાળક બની જાઉં છું,
મારા બાળક નો પક્ષ લઈ જ્યારે તું મને લડે,
ત્યારે ફરી એક વાર બાળપણમાં થતી ઈર્ષા થઈ આવે છે,
તું જયારે એને મારા તોફાનો વિશે કહે ત્યારે ફરી
તારી આજુ બાજુ નાનું બાળક બની જાઉં છું,
જયારે તું મારા વખાણ કરે ત્યારે મને હું સુંદર લાગું છું
અને જયારે કોઈ કહે કે તું તારી મમ્મી જેવી
ત્યારે ના, હું પપ્પા જેવી કહીને આજેય લડી પડતી
તારી આજુબાજુ બાળક બની જાઉં છું.
