STORYMIRROR

Hetshri Keyur

Children Stories Tragedy Others

3  

Hetshri Keyur

Children Stories Tragedy Others

લઈ આપોને બચપણ પાછું

લઈ આપોને બચપણ પાછું

1 min
247

હજારો રૂપિયા છે ગજવામાં 

ઘણું ખરીદી શકાશે એમાં,

તો લઈ આપોને બચપણ પાછું !


મોટી કંપની ચલાવી જાણી

નામના પણ કમાય દુનિયાની

તો લઈ આપોને બચપણ પાછું !


મહેલ જેવો બંગલો બનાવ્યો

જોડે રજવાડી ઠાઠ પામ્યો

તો લઈ આપોને બચપણ પાછું !


નોકર રાખ્યાં સેવા કરવા

ગાડી ચલાવવા ડ્રાઇવર રાખ્યા

તો લઈ આપોને બચપણ પાછું !


હોય રાજા કે મિલ માલિક

હોય ડોકટર કે હોય વકીલ

નથી આવતું બચપણ પાછું

નથી આવતું બચપણ પાછું.


Rate this content
Log in