STORYMIRROR

Jagruti Pandya

Children

3  

Jagruti Pandya

Children

સ્વયં ખીલવા દે એને !

સ્વયં ખીલવા દે એને !

1 min
218

તારા વિચારો એના માનસમાં ન ભર,

આપ્યું છે, ઈશ્વરે તેનેય મન,

તેના વિચારોની સ્વતંત્રતા છીનવે છે; 


શા માટે તું ઘડે છે એને,

પાંગરશે, સર્જાશે સ્વયં અનુભવથી,

ને, શીખશે જીવનનાં પાઠો એમાંથી તે,

શા માટે તું બંધનમાં રાખે છે એને.


પ્રેમનું સિંચન કરીને ફક્ત જોયા કર, એને

જે બીજ છે, તેવો જ ઘાટ સર્જાશે ! જો એને.


ખીલશે એક દિન પૂર્ણ કલાથી તે,

શા માટે ?

સ્વયં નથી ખીલવા દેતો એને ! 


જરા તો ધૈર્ય ધર, ને જોયા કર બસ 

જ્યાં અટકી પડે ત્યાં,

બસ

સહાય કર એને.


લડવા દે જાતે જ તું એને,

શા માટે ? 

શીખવે છે લડતાં એને ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children