ચાલ પેલી દુનિયામાં પાછા જઈએ
ચાલ પેલી દુનિયામાં પાછા જઈએ
ચાલ, પેલી દુનિયામાં પાછા જઈએ.
જ્યાં સ્પર્શ એ ફેસબૂકના વેવથી નહીં, પણ મિત્રોનાં હથેળીઓ પર તાળીનો હતો.
જ્યાં રમત એ ફોનનાં સ્ક્રીન ઉપર નહીં, પણ મિત્રો સાથે ખુલી હવામાં રમવાનો હતો.
ચાલ,પેલી દુનિયામાં પાછા જઈએ.
જયાં સ્ટોરીઝ એ ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબૂક ઉપર નહીં,પણ બા બાપુજીના મુખેથી સાંભળતાં હતાંં.
જ્યાં જમવાનું યુટ્યુબ પર કાર્ટૂન જોઈને નહી પણ, બા ના ખોળામાં બેસીને એના હાથથી જમતાં હતાંં.
ચાલ, પેલી દુનિયામાં પાછા જઈએ.
જ્યાં ભણવાનું એ એપ પર નહીં, પણ શિક્ષક સામે રૂબરૂ બેસીને કરતાં હતાંં.
જ્યાં ઓફિસથી સાંજે ઘરે આવીને ફોન પર નહીં, પણ પરિવાર બેસીને ને ગમ્મતથી વીતતી હતી.
ચાલ પેલી દુનિયામાં પાછા જઈએ.
જ્યાં આપણે ફરવા દેખાવડા માટે નહીં, પણ સ્વયં ના મન શાંતિ માટે જતાં હતાંં.
જ્યાં ફોટોઝ પાડવાના સાધન ઓછા હતાંં પણ એમાં સમાયેલું એ સ્મિત સાચું હતું.
ચાલ પેલી દુનિયામાં પાછા જઈએ.
જ્યાં જીવન દેખાવડો કરવા નહીં, પણ ખરેખર એને મોજથી જીવતાં હતાંં.
