ટપાલી આવ્યો
ટપાલી આવ્યો
હે જુઓ જુઓ ભાઈઓ ટપાલી આવ્યો,
શહેરમાં ગયેલા કાકાનાં સંદેશાની ટપાલ લાવ્યો,
ગલી ગલી ફરતો દેશની ખબર લાવ્યો,
સમાચારની સાથે નવી વાત લાવ્યો,
મારા ઘરની ખુશીનો ખજાનો લાવ્યો,
હે હેંડો ટપાલી આવ્યો,જુઓ પરસેવે રેબઝેબ થઈ આવ્યો,
ગલીમાં રમતો ચિનુ પાણીનો ગ્લાસ ભરી લાવ્યો,
ધકધકતા તાપમાં સ્વજનની સેવા કરતો ટપાલી આવ્યો,
મારા પપ્પાના કામનો શ્રેષ્ટ ટપાલીનો ખિતાબ લાવ્યો,
એ ટપાલીની છોકરીની મસ્તીભરી વાત લાવ્યો,
ઉમેદભાઈના નામથી ઓળખની ભેટ લાવ્યો,
હું દીકરી ગાયત્રી માટે ટપાલીની યાદ લાવ્યો.
