ઠપકો
ઠપકો
મારી કારીગરીનો અણસાર આપી દઉં તને
જો, છે તું પથ્થર તો આકાર આપી દઉં તને,
હું એકલો જ દુનિયાના ટોણા સહન કરું ?
તું 'હા' કહે તો, અડધો ભાર આપી દઉં તને,
જતાં જતાં તે પાછું વળીને જોયું કેમ નહીં ?
હક મળે તો, ઠપકો એકવાર આપી દઉં તને,
આ શેરો-શાયરીનો શોખ મજા છે કે સજા ?
એ જવાબ, મહેફિલની બહાર આપી દઉં તને,
તું મને બરબાદ કરવાના હવે પેંતરા રહેવા દે
થાય તારાથી 'ઘા' તો તલવાર આપી દઉં તને.

