ટેસડો
ટેસડો
ટેસડા રે ભાઈ ટેસડા,
મેં ચુસ્કી ભરવાનું કહ્યું હતું, તું તો ચૂમી ભરી ગયો,
ટેસડા રે ભાઈ ટેસડા,
મેં માંગી છબી પ્રણયની, તેં દિલ ફાડી કહ્યું લઈ લે,
ટેસડા રે ભાઈ ટેસડા,
મેં કટીંગ ચા માંગી'તી, તું તો પૂરી ચાહ આપી ગયો,
ટેસડા રે ભાઈ ટેસડા,
મેં કેટલા કર્યા સવાલો, તારો ફક્ત હતો ઇલુ જવાબ,
ટેસડા રે ભાઈ ટેસડા,
મેં માંગી પ્રણય ઝૂંપડી, તેં તો તાજમહેલ બનાવ્યો,
ટેસડા રે ભાઈ ટેસડા,
મેં માંગ્યો આજીવન સંબંધ, તું ઈજનેર બંધ બાંધી ગયો,

