ત્રણ સમજણ
ત્રણ સમજણ

1 min

76
કાન આડે હાથ દઇ મિથ્યા નહિ સાંભળવું,
જ્ઞાન સાચા કર્મનું આ સ્વ- મુખેથી ઢોળવું.
આ નયન આડે અનેરા હસ્ત રાખીને પછી,
ત્રણ વચનને જિંદગી ને અંતરોમાં ઘોળવું.
સાબદુ થઈને કરમથી ઉપકૃતી સમજી અને,
દુષ્કર્મના માર્ગે જતું અસ્તિત્વ પાછું વાળવું.
સત્યનો સથવારો રાખીને અહર્નિશ આપણે,
કપટ ,અહિંસા ને અહમને સત્વરેથી રોળવું.
બાકડા ઉપર ત્રણે - ત્રણ સત્ય બેસી જાયને,
ત્રણ વાનર ત્રણ સમજણ આપશે આજે એવું જાણવું.