તરંગી પ્રેમી
તરંગી પ્રેમી
જોઈ રહ્યો છું સૂરત તારી,
મન મારૂં અતિ હરખાય છે,
ફરરર લહેરાતા કેશ તારા,
સુગંધ મહેંકાવી જાય છે,
પલક પલક પાંપણો તારી,
પ્રેમનાં ઈશારા કરી જાય છે
નજર કજરાળી કાતિલ તારી,
મુજને ઘાયલ કરી જાય છે,
અધરથી સરકતા શબ્દો તારા,
શાયરી લખવા પ્રેરાય છે,
મધુર મીઠા તારા સ્વર સંગે,
ગઝલ ગાવાનું મન થાય છે,
નિખરી રહેલા તારા યૌવનમાં
મુજને ડૂબવાનું મન થાય છે,
લટકાળી તારી ચાલ નિહાળી,
ભાન શાન ભૂલી જવાય છે,
સોળે શણગાર સજેલી જોઈને,
દિલ મારૂં ધડક ધડક થાય છે,
તુજને દિલમાં સમાવવા માટે
"મુરલી" અધીરો થઈ જાય છે.

