STORYMIRROR

Shaurya Parmar

Inspirational Others Classics

2  

Shaurya Parmar

Inspirational Others Classics

તરકીબ જાણું છું...

તરકીબ જાણું છું...

1 min
14K


હેરાન કરવાની તારી તરકીબો બંધ કર 

હું વેરાન કરવાની તરકીબ જાણું છું...

નાનો ગણીને જોજે થાપ ખાતો

રહીશ આખી જિંદગી પસ્તાતો

તારી સામે જ હું ક્ષણેક્ષણ માણું છું

હું વેરાન કરવાની તરકીબ જાણું છું

હું નાનો પણ રાઈનો દાણો

અંતે અભિમન્યુ કૃષ્ણનો ભાણો

મરું ભલે, પણ 

સાત સાત કોઠા સામે એકલો તલવાર તાણું છું

હું વેરાન કરવાની તરકીબ જાણું છું

વધુ પડતો આત્મવિશ્વાસ એટલે નાશ

પ્રભુ પરનો આટલો વિશ્વાસ એટલે પાસ

સમજમાં નહી આવું

હું એક વિચિત્ર ઉખાણું છું 

હું વેરાન કરવાની તરકીબ જાણું છું

હેરાન કરવાની તારી તરકીબો બંધ કર 

હું વેરાન કરવાની તરકીબ જાણું છું...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational