STORYMIRROR

Jitendra Bhavsar

Romance Inspirational Classics

3  

Jitendra Bhavsar

Romance Inspirational Classics

તરહી ગઝલ - ઝાકળ જેવું છે,

તરહી ગઝલ - ઝાકળ જેવું છે,

2 mins
14.4K


આથમવું ઝાકળ જેવું છે,

આ મરવું ઝાકળ જેવું છે.*

પારખવાને ના લો ઈઝી,

પારખવું ઝાકળ જેવું છે.

મારા સપનામાં તારું રોજ

નીખરવું ઝાકળ જેવું છે.

પ્રેમ થયો છે તેથી માનું,

આથડવું ઝાકળ જેવું છે.

પ્રેમ કરીને કોમળ દિલને,

સાચવવું ઝાકળ જેવું છે.

કોણ કહે છે કે પ્રેમ થયો-

તે કડવું ઝાકળ જેવું છે.

મારા માટે તારે સૌજન્ય-

દાખવવું ઝાકળ જેવું છે.

સાવ અચાનક આવી દિલ પર,

ત્રાટકવું ઝાકળ જેવું છે.

આંખોથી પ્રેમ કરી લો તો,

ના મળવું ઝાકળ જેવું છે!


Rate this content
Log in

Similar gujarati poem from Romance