તોય કહે છે બહુ જિદ્દી છે તું
તોય કહે છે બહુ જિદ્દી છે તું
પ્રશ્ન પૂછું પણ ના આપે જવાબ તો હઠ તો કરું ને,
તો કહે છે બહુ જિદ્દી છે તું....
બધાં ભલે છોડી દે તને પણ મને તો તું છે લવેબલ,
તોય કહે છે બહુ જિદ્દી છે તું....
મેં એને આપ્યું પ્રોમીસ સંગ રહેવાનું પછી "કમ વોટ મે",
તોય કહે છે બહુ જિદ્દી છે તું....
સલાહ વિરુદ્ધ મારી નિર્ણયો લઈ પરિણામોથી નર્વસ,
તોય કહે છે બહુ જિદ્દી છે તું....
અટ્ટહાસ્ય કરવા ક્યાં કહું છું, મલકાવ એવું જ ક્હ્યું છે,
તોય કહે છે બહુ જિદ્દી છે તું....
જીવન બહુ ટૂંકું છે, થોડીવાર ઈશ્કની મઝા તો લઉં ને ?
તોય કહે છે બહુ જિદ્દી છે તું....
કે'છે હું બોલું બહુ ઓછું, હા પણ કોઈકવાર તો બોલ....
તો કહે છે બહુ જિદ્દી છે તું....
બોલે નહીં તો ડર તો લાગે ને અગમ્ય મનનાં પ્રશ્નોનો !
તોય કહે છે બહુ જિદ્દી છે તું....

