STORYMIRROR

Drsatyam Barot

Inspirational Romance

3  

Drsatyam Barot

Inspirational Romance

તોલવાનું નહીં

તોલવાનું નહીં

1 min
28.1K


વાતમાં તાજવું રાખવાનું નહીં,

પ્રેમમાં દિલ કદી તોલવાનું નહીં.

આપણી હોય તાકાત ના પ્રેમની,

તો કદી દિલ બધું ખોલવાનું નહીં.

આપવું હોય તો હેત સૌ આપવું,

આપણું દર્દ તો આપવાનું નહીં.

આપણે આપણી મોજમાં ચાલવું,

કોઇ ક્હે એમ તો ચાલવાનું નહીં.

આપવું હોય તો દિલ બધું આપવું,

ટુકડો કોઇ ને વ્હેચવાનું નહીં.

જિંદગી અંધકારો મહીં ગાળવી,.

કોઇ દી તેજમાં ઝાંખવાનું નહીં.

ઓ ખુદા તું હવે, શું મને આપશે,.

મેં જ નક્કી કર્યું માંગવાનું નહીં.

વાત મૂર્ખા કરે આપણી જો કદી,

એમને વાતમાં ટોકવાનું નહીં.

જેમને આવવું હોય એ આવશે,.

જાય તો કોઇ ને રોકવાનું નહીં.

બાંધવું ના કદી કોઇ નું ઘર પછી,.

કોઇ નું દિલ કદી તોડવાનું નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational