તો શું થયું
તો શું થયું
હાથની આ લકીરોમાં નથી તો શું થયું, હાથવેંતમાં તો છે જ તું,
નસીબમાં નથી તો પણ દિલો દિમાગમાં મારા હરપળ તો છે જ તું,
નજરોની સામે નથી તો શું થયું, શબ્દોની પકડમાં મારા તો છે જ તું
ગુમાવી છે તને તો પણ, આતમમાં તો મારા જડાઈ ગઈ છે જ તું,
હારી છે ભલે દુન્યવી દ્રષ્ટિએ તો શું થયું, જીતમાં મારી તો છે જ તું,
ખેલ બધો દ્રષ્ટિકોણનો છે 'નિપુર્ણ', આજીવન મારી તો છે જ તું.