STORYMIRROR

Dilip Ghaswala

Tragedy

3  

Dilip Ghaswala

Tragedy

....તો સાગરની ભાષા બોલે

....તો સાગરની ભાષા બોલે

1 min
425

સ્પર્શ જ્યાં દરિયાનો થયો ત્યાં તો સાગરની ભાષા બોલે..

પીડા વ્યથા દુઃખ દર્દ ભૂલી મોતી ને છીપલાં તોલે..


ક્ષણિક જીવતરમાં મોજા સંગ સદી જેવું જીવશું,

ફીણ ફીણ થઈ ને આયખું ઉમંગે ઉજવશું.


મૌનના ખડકેથી લાગણીઓ ઘૂઘવે,

તો સાગરની ભાષા બોલે.


હોઠોના કાંઠે સ્મિતના વહાણ વહે..

શઢના કાનમાં મસ્તીખોર પવન તારી વાત કહે..


ભીના ભરચક મંદ વાયરાઓ ઓઢીને મનોહર મન ડોલે..

તો સાગરની ભાષા બોલે..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy