STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

તો કહેજો

તો કહેજો

1 min
53

તો કહેજો..

મનની વાત કહ્યા વગર જાણી લેવાય તેવી લીપી શોધાઈ હોય તો કહેજો...

પથ્થરની માફક ઘસાયેલા હૈયાથી ઉત્પન્ન થતી આગને ઠારવા 

માટે કોઈ ફાયર બ્રિગેડ મળે તો કહેજો...


પ્રેમના ધસમસતા પ્રવાહમાં ડૂબકી લગાવતા જાણે અજાણે મારો પગ લપસી જાય તો કહેજો...

તને પામવાના ઝનૂને મને મતવારો કરી નાંખ્યો છે, તને પામવાનો નશો જાણે અજાણે હદ વટાવે તો કહેજો...


વરસાદની ખુશનુમા મોસમમાં તન ભલે ને ભિંજાયા હોય, દિલ તો હજી એમને એમ જ કોરા છે, કોઈ શેરના સિકંજાથી પકડાયેલા દિલને કોઈ છોડાવી શકે તો કહેજો...


આ દિલ મૃગજળ સમાન વેરાન રણને પાણીથી તરબોળ 

સરોવર માની બેઠું છે, પ્રેમરાહ પર ચાલતાં ચાલતાં હું ભૂલો પડી જાવ તો કહેજો...


હું જીવનની કસોટીઓ આપતા આપતા થાકી ગયેલો જીવ છું, છતાંય એકલો ઊભો છું,'લફ્ઝ'કામયાબીના નશામાં જાણી જોઈ હું છકી ગયો હોવ તો કહેજો...

મનની વાત કહ્યા વગર જાણી લેવાય તેવી લિપિ શોધાઈ હોય તો કહેજો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance