... તો આપણે તરસ્યા રહીશું!
... તો આપણે તરસ્યા રહીશું!


જો નદીમાં ખૂબ પાણી હોવા છતાં
હોડી મધદરીયે લઈને જતા રહીશું
તો આપણે તરસ્યા રહીશું!
ગાગરમાં મીઠું પાણી હોવા છતાં
સાગરના ખારાં પાણી પીવા જઈશું
તો આપણે તરસ્યા રહીશું !
જો રણદ્વિપને નજરઅંદાઝ કરીને
મૃગજળની પાછળ દોટ મુકીશું
તો આપણે તરસ્યા રહીશું !
જો તડકો ઊડાવી જાય એ પહેલા
પક્ષીઓની જેમ ઝાકળ નહી પીશું
તો આપણે તરસ્યા રહીશું !
જો દરીયાના છીપલાની જેમ
આપણે મોઢું ખુલ્લું નહી રાખીશું
તો આપણે તરસ્યા રહીશું !
જો નૈનોના જામ પીવાને બદલે
આપણે અશ્રુંનાં ખારાં પાણી પીશું
તો આપણે તરસ્યા રહીશું !
જો મળવાની ઇચ્છા હોવા છતાંય
આપણે સામસામા નહી મળીશું
તો આપણે તરસ્યા રહીશું !