Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Inspirational

3  

#DSK #DSK

Inspirational

તણખા

તણખા

2 mins
262


જો તમે સમયનો ઉપયોગ નહી કરો તો

સમય તમારો ચોક્કસ ઉપયોગ કરશે.


નિરશાવાદી લોકોની વચ્ચે જીવવા કરતા

નિષ્ફળ છતા આશાવાદી લોકોની સાથે

જીવવુ વધુ ફાયદાકારક છે.


સંત બનીને ભગવાન મેળવવા કરતા,

સંસારના લોકોની સાથે રહીને ઈશ્વર

વધારે સરળતાથી મળે છે,

કેમ કે જો સંસારીક સુખ અને

શરીર સુખ મેળવવાથી ભગવાન ન મળતા હોત

તો નરસિંહ અને સુદામા એ

સંસાર માંડ્યો જ ન હોત.


માતાનું હાલરડુ એ ભગવાન શ્રી કૃષ્ણનો ૧૧મો

અવતાર છે કેમ કે બાળક ભગવાનની સાક્ષાત અનુભૂતી

કરતા નિરાંતે સૂઇ જાય છે.


માતા પિતાની સેવા કરવામા ભલે શ્રવણ ન બનીએ

પણ શ્રવણ જેવા બનવાનો પ્રયત્ન તો કરીએ.


જ્યા આપણુ કશું ચાલે તેમ ન હોય ત્યા

કાગડાની જેમ કો-કો કરવા કરતા

કોયલની જેમ ટહુકો કરી આપણી હાજરી

નોંધાવવી વધુ હિતાવહ.


મહાન બનવાના પ્રયત્નમાં કયાંક રાવણ ન

બની જઇએ તેનું ધ્યાન રાખવું જોઇએ.


પ્રસિધ્ધ થવા કરતા જિંદગીમા સિધ્ધ થવું

સારુ અને સાચું છે.


કોઇ માણસ કશું ન બોલે તેનો અર્થ એ

ન સમજવો કે...

એ ગાંડો છે કે તેને કશી ખબર પડતી નથી.


કોઇ વ્યક્તી જ્યારે પોતાની જાત વિશે ફાંકા મારતુ હોય

ત્યારે આપણે સજ્જન બની તેની, હકીકત તેને સંભળાવ્યા વગર

ચુપચાપ સાંભળવાથી એ વ્યક્તી કેટલામાં છે તેનો ખ્યાલ આવી છે.


પ્રેમની અણમોલ મૂર્તિ "રાધાકૃષ્ણા"

દુ;ખનો દેખાડોને વિચાર કરવાને બદલે

આપણા દુ:ખનો નિવેડો લાવવાનો પ્રય્તન કરવો જોઇએ.

ધોળી ચામડીવાળા કુબુધ્ધિના માણસની સંગત કરવા કરતા

કાળી ચામડીવાળા સદબુધ્ધિવાળા માણસની

સંગત ચંદન સમાન છે.


સ્ત્રીની સૌથી પહેલી અને છેલ્લી સૌથી મોટી અને નાની,

સૌથી વધારે ઇર્ષાવાળી અને અભિમાની સમસ્યા એ છે કે

બીજી સ્ત્રી તેના કરતા વધારે સુંદર ન હોવી જોઇએ.


પાડોશીને રુપિયાવાળો થતા જોઇ

દુ:ખી થવાને બદલે ખુશ થવુ જોઇએ

કેમ કે તે આપણી પાસે ઉછીના લેવા

કે ચોરી કરવા નહી આવે.


આપણા વિચારો આરસની તખતી ઉપર ત્યારે જ ખાય છે

જ્યારે તે સારા કરતા સાચા વધારે હોય.



Rate this content
Log in