તને લખવું
તને લખવું
ગમે છે, તને બોલીને લખવું,
કસક દિલની ખોલીને લખવું.
બહું કિંમતી છે તું' શબ્દોને,
પછી તોલીને તોલીને લખવું.
વિતાવી છે સાથે ખુબસૂરત,
એ મીઠી યાદો ફોલીને લખવું.
મળવા માટે બેચૈન એ પળ,
સમયને થોડું છોલીને લખવું.
છાનુંછપનું ઝીલ તારું સપનું,
રાતને દિવસે ખોલીને લખવું,

