તને કેમ કહું ?
તને કેમ કહું ?
ગુમાન ના કર ગુલાબ ચૂંટવાનું,
સાંભળ્યું છે લે બદલો કાંટા,
તને કેમ કહું ?
વાસનાઓ આળસ મરડી થાય ઊભી,
કૂકડો ગાંગરે કે નહીં !
તને કેમ કહું ?
તીખાં તમતમતા વેણની આયુ,
હોય છે બહુ લાંબી સમજે તું?
તને કેમ કહું ?
આપણો અંગત વાર્તાલાપ,
જાહેર થવો હવે અગત્યનો છે,
તને કેમ કહું ?
કાગળ પર હાથ ધ્રૂજી જાય છે,
આકૃતિ વિકૃત ભાસે છે,
તને કેમ કહું ?

