STORYMIRROR

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

તને કેમ કહું ?

તને કેમ કહું ?

1 min
322

હક છે ફૂલને સ્મિતનો પણ,

કટાક્ષ હાસ્ય અચરજ પમાડે છે,

તને કેમ કહું ?


તને ઉંચે ઉડવા આપ્યા પંખ,

પણ તું તો પાંજરે પુરાઈ ગઈ !

તને કેમ કહું ?


ટહૂકો તું ગમે ત્યાંથી કરી શકે,

જરૂરી નથી તારે ડાળે બેસવું,

તને કેમ કહું ?


મારા સુંદર કાવ્યોનો શ્રેય,

તારા આપેલાં જખમોને આભારી,

તને કેમ કહું ?


વરમાળાનો હાર ઈચ્છતા થઈ હાર,

તે પણ કેવી જાણે સંહાર !

તને કેમ કહું ? 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance