તને જ
તને જ
કોઈપણ રસ્તેથી જિંદગીમાં તને જ મળવાનું હતું,
ભલે છુપાવે જાતને, તારું જ સરનામું જડવાનું હતું,
ખબર ન હતી કે એક એવો પણ સમય આવશે કે,
જોઈ તારું દર્દ, મારાં જ હૃદયને રડવાનું હતું,
તમામ કોશિશો નાકામ રહી જાતને દૂર રાખવાની,
ખોટી દોડધામ કરી, તારા પર જ અટકવાનું હતું,
અહેસાસ બની એવી અસ્તિત્વમાં ફેલાઈ ગઈ કે,
પછી ભાન થયું, તારા જ શ્વાસમાં ભળવાનું હતું,
તને મળ્યા પછી અચાનક દિલમાં અહેસાસ થયો કે,
ખુદાનું નહીં, પ્રેમમાં તારું જ નામ રટવાનું હતું.

