STORYMIRROR

Rohit Prajapati

Romance

4  

Rohit Prajapati

Romance

તમને

તમને

1 min
320

અનંત જન્મોનો સુખદ અંત મળે તમને,

સાચા પ્રેમની આગોશમાં એ મળે તમને.


શબ્દોનો સથવારો ઝંખતા, હ્રદયને તમારા,

એ શબ્દો થકી નવા આયામ મળે તમને.


રુઆબ પણ વધે ને ખ્વાબ થાય પૂરા તમારા, 

એવા વિશ્વાસનો ભરપૂર શ્વાસ મળે તમને.


વશીભૂત થઈ પાગલ થાય એ પ્રેમમાં તમારા,

એવા અદ્ભૂત પ્રેમીનો સધિયારો મળે તમને.


છેલ્લો જન્મારો ભલે હવે બચી રહ્યો તમારો,

બીજા ભવ સર્જાય એવો ખયાલ મળે તમને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance