તમને નિત નિત વંદન અમારા
તમને નિત નિત વંદન અમારા
ભોળાના છો ભગવાન તમે દુઃખિયાના બલીહારી
ઓ શિવજી સૂણોને અરજી અમારી
તમને નિત નિત વંદન અમારા...!
કૈલાસના નિવાસી, તમે સંકટના હરનાર
ગળે સર્પમાળા મહાદેવ તમે છો ન્યારા
તમને નિત નિત વંદન અમારા...!
દેવોના છો દેવ મહાદેવ, ભોળાના ભગવાન
ભક્તોના છો ઉદ્ધારક, તમે ભોલેનાથ
તમને નિત નિત વંદન અમારા...!
લાંબી લાંબી જટા મહાદેવ ભૂતોના સરદાર
ભક્તોની અરજી સાંભળી પળમાં દુ:ખ હરનાર
તમને નિત નિત વંદન અમારા...!
સૌ દેવોમાં મહાન, માતા પાર્વતીના પતિ
તમે છો મહાદેવ જટાળા જતિ,
તમને નિત નિત વંદન અમારા...!
