Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vallari Achhodawala

Romance

4  

Vallari Achhodawala

Romance

તમે

તમે

1 min
378


બની પવન તમે, રિક્ત મન ભરી ગયા,

હથેળીની હસ્તરેખા ભૂંસી ફળી ગયા,


ગમતો ચહેરો, નિરંતર શોધે આયનો,

પાંપણો ભીની કરવાની સજા કરી ગયા,


ભાવ સૂના ઓરડે સમય જાગ્યા કરે,

સ્પર્શની નજાકતી ભીની યાદો થઈ ગયા,


સ્હેજ ભીતરે વરસ્યા ખામોશ બની,

મૌનમાં શબ્દો બાંધવાની બેડી બની ગયા,


લાગણી બળે, હૈયું ન રહે હાથમાં,

મારી સાથે, મારું અલ્લડ સ્મિત લઈ ગયા,


તમારામાં અટવાયો હરદમ મારો શ્વાસ,

જન્મોજન્મારાના અલૌકિક સંબંધો કળી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance