STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તમે સંભાળી લેજો

તમે સંભાળી લેજો

1 min
127

સાથે સાથે ચાલતા ચાલતા,

જો ઠોકર લાગે તો,

તમે સંભાળી લેજો,


જીવનના પથ પર આવે કોઈ અડચણ,

અને અમે અટકી જઈયે તો,

તમે સંભાળી લેજો,


જિંદગીનું ગણિત સાવ કાચું છે અમારું.

જિંદગીના સમીકરણ આવે ક્યાંય અડચણ તો,

તમે સંભાળી લેજો,


જીવનપથ પર ચાલતા ચાલતા,

ગુમનામ ગલીઓમાં અટવાઈ જઈએ તો,

ભોમિયો બની,

તમે સંભાળી લેજો,


જીવનની મુશ્કેલીઓથી ગભરાઈ,

હારી જઈયે અમે,

ત્યારે મજબૂત ખભો આપી,

તમે સંભાળી લેજો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance