તમે સીધેસીધા
તમે સીધેસીધા


તમે સીધેસીધા મળવા આવી શકો છો,
અહીંયા કોઈ લાઈન નથી, પ્રભુ,
તમે સીધેસીધા...
કોઈ પ્રસાદ કે કોઈ ચુંદડીની જરૂર નથી, પ્રભુ,
તમે સીધેસીધા...
કોઈ નારા કે કોઈ દેખાડાની જરૂર નથી, પ્રભુ,
તમે સીધેસીધા...
કોઈ લાંબા પ્રવાસની જરૂર નથી, પ્રભુ,
તમે સીધેસીધા...
કોઈ હાડામારી કે થકાવટની જરૂર નથી, પ્રભુ,
ત્યારે તો પ્રભુ બોલ્યા,
તું તારામાં મને શોધ,
હું તારામાં જ છું,
અને આ હું જ બોલું છું,
સેમ ટુ યુ, પ્રભુ.