Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashish Makwana

Romance

3  

Ashish Makwana

Romance

તમે જ છો

તમે જ છો

1 min
150


સાગર સમી છે પ્યાસ ને પનઘટ તમે જ છો,

આ ધોધમાર મેઘની વાછટ તમે જ છો,


વધતો રહે છે પ્રેમ તમારા નસીબનો,

મારા નસીબમાં જે રહી ઘટ તમે જ છો,


ગુમસુમ તમે રહો છો આ કોના વિચારમાં,

મારા તો બસ ખયાલમાં નટખટ તમે જ છો,


ખોલીને બંધ દ્વાર ચકાસુ છું રોજ હું,

હું જે અનુભવું છું એ આહટ તમે જ છો,


આખા જીવનમાં ક્યાંય નથી સાથ આપણે,

પણ એ છતાં ય સાથ તો છેવટ તમે જ છો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance