STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

તમે આવોને

તમે આવોને

1 min
14.8K


દરવાજા રાખ્યા ખુલ્લા તમે આવોને,

તોરણ ટાંગ્યાં છે અમૂલાં તમે આવોને,


નયનની રહી પ્રતિક્ષા આગમન કાજે,

પોકારે તમને ઉરના ઝૂલા તમે આવોને,


આવી જાય વસંત પગલાં તમારાં થતાં,

જીવન વીતે એકલા અટૂલાં તમે આવોને,


હૈયાનો હાર બનાવીને રાખીશું તમને,

ના માપશો ગુણદોષ તુલા તમે આવોને,


તમે પટરાણી સમા મુજ આંગણામાં,

આવકારીશું બનીને દુલ્હા તમે આવોને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama