STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Romance

તમારો દિવાનો

તમારો દિવાનો

1 min
134

તમારા યૌવનનો હું, આશિક બન્યો છું,

તમે મારી મલ્લિકા હું, દિવાનો બન્યો છું,


તમારી નજર છે, કાતિલ કજરારી,

તમારા અધરો છે, ગુલાબી ગુલાબી,


તમને જોઈને હું, બાવરો બન્યો છું,

તમે મારી મલ્લિકા હું, દિવાનો બન્યો છું,


મને યાદ આવે છે એ, ઘટા સાવનની,

પળો વિતાવી હતી, મધુર મિલનની,


પ્રથમ મિલનમાં હું, દિલ ખોઈ બેઠો છું,

તમે મારી મલ્લિકા હું, દિવાનો બન્યો છું,


તમે સમીપ આવો તો, મહેફિલ સજાવું,

નજરોથી નજર મેળવી, જામ છલકાવું,


જામનાં ઘુટ પી હું, મદહોશ બન્યો છું,

 તમે મારી મલ્લિકા હું, દિવાનો બન્યો છું,


તમારી મહોબ્બતની, ગઝલ મેં લખી છે,

ઇશ્કની વાતો "મુરલી", શબ્દોમાં ગૂંથી છે,


તમારું દિલ જીતવા હું, ગઝલ ગાઈ રહ્યો છું,

તમે મારી મલ્લિકા હું, દિવાનો બન્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance