STORYMIRROR

Kalpesh Vyas

Drama

3  

Kalpesh Vyas

Drama

તક આપતો સમય

તક આપતો સમય

1 min
491



પૃથ્વી પરિભ્રમણનો સમય કદી ચુકતી નથી,

સૂર્યની પ્રદક્ષિણાની અવધી કદી ચુકતી નથી,

સૂરજ પણ પોતે રોજ સમયસર ઉગે છે,

અને એ રોજ સમયસર આથમે પણ છે,


સમય હંમેશા આગળ વધતો જાય છે,

એ ક્ષણ-ક્ષણ આગળ ખસતો જાય છે,

રેતીની જેમ પળપળ સરકતો જાય છે,

સમય કોઈ ને કોઈ તક આપતો જાય છે,


નદીની જેમ ખળખળ વહેતો જાય છે,

સમય કાનમાં કોઈ સંદેશ કહેતો જાય છે,

સમયથી પહેલા આવીને વાટ જોઈ લેજો,

પણ મોડા પડીને એ તક જવા દેશો નહી,


વિતેલા સમયના અનુભવથી શિખી લઈએ,

માઠા અનુભવોને આપણે સૌ ભૂલી જઈએ,

અને આવનાર ભવિષ્યને સવારવા કાજે,

આજના સમયનો ઉત્તમ વાપર કરી લઈએ.


 


Rate this content
Log in

Similar gujarati poem from Drama