થોડી ક્ષણો નડી ગઈ
થોડી ક્ષણો નડી ગઈ
તમારો વાંક નથી, મને જ વાર લાગી ગઈ,
એક ક્ષણને પકડવા જતાં આખી જિંદગી વિતી ગઈ.
દુશ્મન નથી કોઈ પણ આપની મિત્રતા નડી ગઈ,
એમને પોતાના માન્યા એથી કોઈની પનોતી નડી ગઈ.
જેટલો લાગણીશીલ બન્યો એટલી જ લાગણી નડી ગઈ,
માંગવા ગયો દુનિયા પાસેથી પ્રેમ તો એ માંગણી નડી ગઈ.
જીવન પણ ઋતુચક્ર જેવું છે આ જગતનાં માનવી માટે,
એથી જ તો કોઈ કાતિલ ઋતુ નડી ગઈ.
સંબંધોની મૌસમ મને માફક ન આવી,
કદાચ એટલે જ લાગણીની મૌસમ નડી ગઈ.
હવે પ્રેમભર્યા સંબંધો " બેદર્દી " રાખતો નથી કોઈ સાથે,
જ્યારથી એને કોઈની પ્રેમભરી દ્રષ્ટિ નડી ગઈ.
આ રીતે જીવન જીવવાની અદા એક રચના બની ગઈ,
અપરાધ નથી આપનો મારી જ જીવનશૈલી નડી ગઈ.
હૈયું હલકું કરવા મહેફિલમાં મેં થોડી વાતો કહી દીધી,
તો કોઈને મારી રજૂઆતની થોડી ક્ષણો નડી ગઈ.

