STORYMIRROR

Tejal Parekh

Children

3  

Tejal Parekh

Children

થેંક્યું ટીચર

થેંક્યું ટીચર

1 min
182

આજે અચાનક શાળાના દરવાજાની બહાર,

નીકળતા એ ચહેરો આછેરા સ્મિત સાથે આવીને કહે છે. 

થેંક્યું ટીચર, ...


અઢળક બાળકોના બાળપણ સાથે જીવ્યા,

વર્ષોવરસ પછી એટલા જ આનંદ ઉમકળા સાથે આવીને કહે છે.

થેંક્યું ટીચર ....


અપાર પ્રેમ, આનંદ, તો ક્યારેક મા, તરીકે રોષ પણ ઠાલવ્યો છે, બાળકો પર તેમના ભવિષ્ય માટે, આજે એક એવો ચહેરો આવીને કહે છે

થેંક્યું ટીચર ....  


નોકરી દરમિયાન પગારદાર નહીં, પણ માસ્તર

બનવાનો હરહંમેશ કરી પ્રયત્ન એક દિ' આંખે હર્ષના આંસુ સાથે આવીને કહે છે.

થેંક્યું ટીચર... 


કડવા, ઘૂંટડા કેમ ઉતારવા તે શીખવ્યું, હરહંમેશ પોતાના ઉદાહરણ થકી સાક્ષી બનેલ તેવો ઢળતી ઉંમરે સામે આવીને કહે છે  

થેંક્યું ટીચર ... 


પડવું, રડવું, હસવું, ખીલવું રહ્યો હતો નિત્યક્રમ,

ભણતાં ભણતાં લગાવી હતી શિક્ષણરૂપી પાંખ, આદર સાથે સામે આવીને કહે છે.

થેંક્યું ટીચર..


ખજાનામાંથી ન ખૂટતી હતી વાતો ત્યારે ટોળકી આવતી,

ત્યારે વ્હાલી થવાં જતાં થયાં, ભાવવિભોર સામે આવીને કહે છે 

થેંક્યું ટીચર....


જતાં જતાં લીધી સેલ્ફી, વાતો કરી અઢળક, 

આપ લે કરી નંબરોની, બનાવી ગ્રુપ એડમીન

ચરણસ્પર્શ કરી એટલું કીધું,

થેંક્યું ટીચર.


Rate this content
Log in

Similar gujarati poem from Children