STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

થાળ… તમે આવોને શામળા

થાળ… તમે આવોને શામળા

1 min
128

ધર્યા છે પ્રેમના થાળ, તમે આવોને શામળા ભક્તોના છલકે ભાવ, તમે ઝીલોને શામળા

હિંડોળે શોભે શણગાર, તમે ઝૂલોને શામળા શામળા શામળા શામળા રે …

આરોગવા આવોને હેતના થાળ.. મારા ઓ શામળા 


વાગે પખવાજ ને ઢોલ, તમે નાચોને શામળા પ્યારથી પીરસ્યાં છે પંચામૃત,

પાન કરોને શામળાશીરાની સોડમ છે ચોપાસ, ભાવે જમોને શામળા શામળા શામળા શામળા રે …

આરોગવા આવોને હેતના થાળ.. મારા ઓ શામળા


ધરાયા છે મેવા ફળોના થાળ, તમે પધારોને શામળા મધુર સાકર સાકરીઆ છે સાથ, તમને ભાવે રે શામળા

આજ આંગણિયે મંગલ વરતાય, વ્હાલ વરસાવો શામળા

શામળા શામળા શામળા રે …આરોગવા આવોને હેતના થાળ.. મારા ઓ શામળા 

તમને જમાડી લૂંટીએ રે લ્હાવા …આજ મારા શામળા શામળા શામળા શામળા રે …

ભક્તોના ઝીલજો વ્હાલ, ભાવે ભજીએ શામળા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational