STORYMIRROR

DR REKHA SHAH

Tragedy

3  

DR REKHA SHAH

Tragedy

થાકી જવાય છે

થાકી જવાય છે

1 min
416

પરાયા છે અહીં પોતાના ને

પોતાના જ છે પરાયા અહીં,

અધૂરાં આ સંબંધ નિભાવવામાં

હવે થાકી જવાય છે..........


રાહ નથી નિશ્ચિત ને

તોય પંથ છે લાંબો ઘણો,

મંઝિલ સુધી પહોંચતા રાહીથી

હવે થાકી જવાય છે........


ભેદ ન સમજાય પરાયાં ને પોતાનાનો

કોની કરવી દરકાર હવે અહીં

ખોટી પરવાહ કરવામાં,

હવે થાકી જવાય છે...........


દાદ મળે જો ભરી મહેફિલમાં

તો દિલ થાય છે ખુશ ઘણું-ઘણું,

પણ ખોટી ખુશામતથી

હવે થાકી જવાય છે........


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy