થાકી ગયો છું
થાકી ગયો છું
લખી લખીને થાકી ગયો છું હું,
કહી કહીને થાકી ગયો છું હું,
માન્યા નહીં તેઓ વાતને મારી,
એ માની માનીને થાકી ગયો છું હું,
પ્રેમ મળ્યો છતાંય અધુરો રહ્યો,
એ પૂરો કરીને થાકી ગયો છું હું,
આશા નહીં હવે મને કોઈથી,
આશા રાખીને થાકી ગયો છું હું,
દુઃખ તો ઘણું મેં મેળવી લીધું છે,
થોડી ખુશી પામી થાકી ગયો છું હું.