તેને ફોન કરી જો
તેને ફોન કરી જો


જો ચ્હેરા જ્યાં મલકાયા, તેને ફોન કરી જો!
લોકો જ્યાં અંજાયા, તેને ફોન કરી જો!
પાપોને ધોવાની જાણી લેવા રીતો,
ગંગામાં હો ન્હાયા, તેને ફોન કરી જો!
સામી છાતીએ દોડ્યા હંમેશાં જંગે,
ના ક્યાંયે સંતાયા, તેને ફોન કરી જો!
જેઓ આવ્યા છે આગળ રાખીને હિંમત,
ને જગમાં વખણાયા, તેને ફોન કરી જો!
'સાગર'ની વાતો ગાંડીઘેલી ચાહે હો,
તોય ઘણા દોરાયા, તેને ફોન કરી જો!