STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance

તેજ પ્રેમનું

તેજ પ્રેમનું

1 min
314



પ્રેમ હોય તો તું વાત વચનની રહેવા દે,

માત્ર આંખોને ભાષા મૌનની કહેવા દે,


તું નાહકની ચિંતા ન કરીશ મારા દર્દની,

ઝખ્મોને તું આળસ મરડીને ઉઠવા દે,


ભલે ને છો પીગળતો હિમાલય હૈયાનો,

હવે નયનો થકી તું ગંગા ગમની વહેવા દે,


પીડા વિરહની જ બની જીવવાનું કારણ,

મને આ આનંદને હવે હરખથી સહેવા દે,


જો ઈચ્છાઓની એક પાનખર બોલાવે,

હવે તું આ પાકટ પર્ણોને પ્રેમથી ખરવા દે,


આ ચિત્કારો દર્દના બની ગયા ટહુકાઓ,

વિરહ વસંતે તું કોયલ મનની ટહુકવા દે,


સંસ્મરણોની એક વસંત જીવે છે હજી,

તું યાદોની ખલીશોના ફૂલોને ખીલવા દે,


યાદોના તણખલાના માળે બેઠું છે જે પંખી,

હવે એને એકલું તું અંતર આકાશે ઉડવા દે,


કોઈ પણ પદચિહ્ન હોતા નથી આ પ્રેમ પંથે,

તું સ્વને જ હવે સ્નેહનો માર્ગ ખોજવા દે,


આતમના અંધારે ચમકી છે એક આશ,

મનની ક્ષિતિજે સ્નેહ સૂરજને ઉગવા દે,


"પરમ" પ્રકાશમાં ઓગળી પ્રિતની છાયા,

"પાગલ" થઈને તું તેજ પ્રેમનું પ્રસરવા દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama