STORYMIRROR

Mahendra Rathod

Inspirational Others

4  

Mahendra Rathod

Inspirational Others

તડકો

તડકો

1 min
4.8K


ઉઘડી સંગાથે ઓચિંતી જ્યાં બેઉ બારીઓ,

નયનોની પાંપણને અડકયો મજાનો એ તડકો.


વહેલી પરોઢનો જ્યાં વાયો મીઠો વાયરો ને,

તૃણલાના ઝાકળમાં મેં દીઠો મજાનો એ તડકો.


મધુવનની ડાળીઓમાં ડોકાઈ રૂપાળી કળીઓ,

ઉઘડી પાંદડીઓને મહેકયો મજાનો એ તડકો.


આકાશે ઉભરાતી એ વાદળીઓ વિકરાઈ ને,

ભીતરથી ડોકાતો મેં જોયો મજાનો એ તડકો.


સરોવરના નીરમાં હિલોડયા જ્યાં તરંગ તો,

વેરાયેલા મોતી જેમ ચમક્યો મજાનો એ તડકો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational