તાવ
તાવ
એક ઝાડવાને ચડી ગયો તાવ,
કે રમવા આવતા નથી છોકરાવ,
ડાળીએ બાંધીને હીંચકે જે ઝૂલતાં,
મિત્રોના છાંયડે બેસીને મન ખૂલતાં,
હે ઈશ હવે મોબાઈલની આદત છોડાવ
એક....
કેટકેટલું આલુ મફતમાં
કાંઈ ન માગુ વળતમાં,
તોય મનુજ ન તું મુજને નઉગાવ
એક...
કેમ ઉતારવો ઝાડવાનો તાવ,
રે માનવી જઇ એને તું ગળે લગાવ,
થઈ લીંબોળી ઉગ્યા એના ઘાવ,
એક...
ને વરસાદ નું પાણીયે ન પીતો,
સૂરજના કિરણોથી બિતો,
ક્યાં ગઈ એની મધમીઠી છાવ
એક...
