તારું સ્મિત
તારું સ્મિત
તારું સ્મિત મને ગમે છે,
તું છે વ્હાલ નો દરિયો,
નાનું સરખું રમકડું તને ગમે છે,
તું છે પ્રેમ નો સાગર।
નાની ભેટ તને ગમે છે,
તું છે મારી બહેન।
નાનો મેસેજ તને ગમે છે,
તું છે મારી મંગેતર।
જરા સરખો પ્રેમ તને ગમે છે,
તું છે મારી પત્ની।
તારું સ્મિત મને ગમે છે,
તમે છો મારા જીવનના આધાર।
