તારું સ્મિત છે સ્વર્ગથી સુંદર
તારું સ્મિત છે સ્વર્ગથી સુંદર
ચહેરા ને કહી દો સ્મિત ફેલાવે,
આ ગુલાબ બની મહેક ફેલાવે,
તમારું સ્મિત છે મારી ખુશીનું કારણ,
મારા દુઃખોનું તો એ જ છે મારણ,
તારા ચહેરાનું સ્મિત લાવે તાજગી,
દૂર થઈ જાય મારી બધી નારાજગી,
તારા હોઠને કહે, ગાઈ સ્મિતના ગીત,
તારું મલકાતું મુખડું હૈયે જગાવે પ્રીત,
તારું સ્મિત છે સ્વર્ગથી પણ સુંદર,
દુનિયામાં નથી સુંદર, એનાથી કોઈ મંજર.

